પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

આલમભાઈ પરમાર

આલમભાઈ એ ચીસ નાખી : “ મહારાજ, ન બને, એમ ન બને.”

"કેમ ?"

“શેતરંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યાવતારને, આ લાખોના પાળનારને કેમ મરાય, મહારાજ ?”

બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જેઈરહ્યો. દામાજીરાવનું દિલ પણ નરમ થયું.

ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞી સબળસિંહે રાડ પાડી : “મહારાજ ! આ દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.”

દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરા પોશાક પણ નહોતો. આલમભાઈ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારે કાઢી મહારાજની સામે દોડયા. ત્યાં તે આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં ઝાલી, બેયનાં માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં.

મહારાજ બોલ્યા : “ રંગ છે, આલમભાઈ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.”

આલમભાઈએ આસમાનની સામે જોઈ ને માથું નમાવ્યું.

“આલમભાઈ, મારા જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું.”

“મહારાજ, એમ થાશે તે ભવિષ્યમાં કોઈક દિવસ