પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૯૦

આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ ખાય છે. માટે જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.”

આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે.

આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે. અા અાદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખેાજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતા, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો.

દાયરામાં આલમભાઈ કહેતા : “ આ દુનિયા ફાની છે. મારી ગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુ:ખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઈ જાશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાછાંય વેઠનાર એ હજામ ભુલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું ? ખોજા ! તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમપર ને ખેાજાપર ભેળાં જ બોલાશે; એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે, તને હું નહિ તજું.”

ડાયરાએ હાંસી કરી, “ બાપુ હજામના નામનું ગામ ! રાજરીત શું ઊંધી વળી ગઈ?”

“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”

આલમભાઈએ આલમપુરની સામે જ ખેાજાપરનાં તોરણ બાંધ્યાં.

“ બાપુ ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કઈંક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તે