આલમભાઈ પરમાર
માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીએાની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ.
આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર – મરદ, એારત અને બાળ- બચ્ચાં ઉપર – મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડયાં, એટલે વાણિયા એ એક બાજુથી ડારો દીધો કે : “ હું ઠેઠ વડેાદરા જઈને દાદ માગીશ.” ને બીજી બાજુ તરકીબ બતાવી કે 'અા જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી. માગીશ તેટલું મળશે !' આ પરથી મરાઠા સૂબાએ બેાટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી, પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચેાધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે : “તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.”
આલમભાઈ ઊભા થયા. પાછળ ચારે દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું : “ દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહિ દઉં. માટે બે જણા પાછા વળો.”
લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા. તોગાજી અને બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઈ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, આ સ્થી ખંભાતી તાળું મારી, ગઢની હૈયારખી ઉપર થઈને દરવાન