પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૪૮


[ ૫ ]

કા૫ડી છો લખ જાત્ર કારણ એહ વહેતા આયિહા,[૧]
દોહણે હેંકણ [૨] તે જ દેવી પંથ વહેતા પાહિયા.[૩]
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

[ એવી જ રીતે છ લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરૂવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા સતને, માતા ! તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે. ]

[ ૬ ]

અણ ગરથ[૪]ઉણથે [૫]સગ્રેહ[૬] હેકણ, પોરસે દળ પોખીઆ,
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમંદર પડ સોખીઅા.
અણરૂપ ઊંંડી નાખ્ય અાખા, સજણ જળતણ શગ ચડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડયું, અને સમુદ્રને શોષી લીધો.

[૭]

કામઈ તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી,
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !

કામઈ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર[૭] એ તમામ દેવીઓરૂપે તું લીલા કરે છે. 'નવલખ લેાબડિયાળી' નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારાં જ સ્વરૂપો છે. ]


  1. ૧. આયિહા– આયા, અાવ્યા.
  2. ૨. દોહણે હેંકણ - એક જ દોણામાંથી
  3. ૩. પાહિયા - જમાડ્યા.
  4. ૪. અણ ગરથ = ધન વગર.
  5. પ. ઉણથે =સાધનહીન.
  6. ૬. સગ્રેહ = સારે ઘરે, વરૂડીને નિવાસસ્થાને.
  7. * ખોડિયાર એક પગે ખોડાં હોવાથી ' ખૂબડી ' કહેવાય છે.