પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯3

આલમભાઈ પરમાર


“ભાઈને ઘેર લઈ જાઓ.” એવા પોકારો સાંભળીને તેગાજી બોલ્યા : “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું અહીંથી નહિ ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું, આંહીં જ મરીશ.”

અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢયો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે કહ્યું : “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકે હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.”

સૂબો ડર્યો. દરવાજા આડાં તલવારો, બંદૂકો ને ભાલાં ગેાઠવ્યાં. પછી અધું કમાડ ઉઘાડયું. જ્યાં પહેલી સાંઢયને અંદર દાખલ કરી, ત્યાં આલમભાઈ એ સાંઢયને એાથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢય ભાલામાં વીંધાઈ ગઈ, માણસે બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઈએ સૂબાને પકડી, પછાડી, છાતી ઉપર ચડી, તલવાર કાઢી કહ્યું : “જો. આટલી વાર લાગે. પણ જા, કમજાત ! તારે ખભે જનોઈ ભાળીને હું ભેાંઠો પડું છું !”

નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગોજી જિંદગીભર અંધ રહ્યો.