પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

ઢેઢ કન્યાની દુવા


ઢેઢ કન્યાને પડતી મૂકી દીધી. બેય જણા 'ભાગો ! ભાગો !' બોલતાં નીકળી ગયા.

કન્યા થરથર ધ્રૂજે છે.

“બીશ મા હવે. હું આતોભાઈ, તારી ભેરે ઊભો છું. આવી જા મારી બેલાડ્યે !” એમ બોલીને આતાભાઈ એ બાઈનું કાંડું ઝાલ્યું. પોતાના પગનો પોં'ચો ટટાર કરીને કહ્યું: “ આના ઉપર પગ માંડીને આવી જા મારી વાંસે.”

કન્યા ઊભી થઈ રહી : “બાપા, હું ઢેઢ છું. તમને આભડછેટ...”

“આભડછેટ કેવાની વળી ? તું તો અમારી બોન-દીકરી છે. આવી જા ઝટ ઘેાડી માથે, નીકર આપણે બેય અાંહી ઠામ રહેશું. હમણાં કાઠીડાનું કટક અાંબી લેશે.”

આતાભાઈએ કન્યાને બેલાડ્યે લીધી. “ હા, હવે મારા ડિલને બરાબર ઝાલી રાખજે, નીકર પડીશ નીચે ને મનેય પાડીશ. ઝાલ્ય, બરાબર ઝાલ્ય !” એવી બથ્થડ વાણી બોલતે। આતોભાઈ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતાં ગયાં.

માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે ઢેઢકન્યાને બેલાડ્ય લઈને ઉઘાડી સમશેરે જ્યારે આતોભાઈ શિહોરની બજારે નીકળ્યો, ત્યારે હજારોની અાંખાનાં તોરણ થઈ રહ્યાં હતાં. આતાભાઈના આ પહેલા પરાકમ ઉપર એ હજારો નેત્રોની અંજળિઓ છંટાતી હતી. બાઈઓ આ વીરનાં વારણાં લેતી હતી. ઢેઢકન્યા તો એ નાટારંભ કરતી ઘેાડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી.