પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૦૬

ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદગદ કંઠે ઢેઢકન્યાએ કહ્યું : “બાપુ ! હું નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું ? અાંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”