પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર: ર

૧૧૬

અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા : “ અરે ભાઈ ! અાંહી દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે ? કોઈ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો ? અમે પરદેશી છીએ."

એક નાનકડા ઝુંપડાનું બારણું ઊઘડયું. અંદરથી ભરવાડ જેવો મેલોઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો. હાથનાં ધીંગાં કાંડાંમાં ફક્ત રૂપાનાં બે કડલાં પહેરેલાં. ગજ ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી હતી.

“ કોનું ઘર પૂછો છો ?”

“બાપ ! દરબાર સાંગાજી ગેાડની ડેલી કયાં આવી?”

અાંહીં કેાઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ, હું સાંગડો ગોડ નામનો રજપૂત છું, આ મારો કૂબો છે, મારી બુઢ્ઢી મા છે. તમારે શું કામ છે?”

“ભાઈ! મારે દરબાર હોય તોયે શું, ને તું કૂબાવાળો રજપૂત હોય તોયે શું ?મારે તો રજપૂતને ખેારડે એક રાતનો ઉતારો કરવો છે. હું ચારણ છું; હિંગળાજ જાઉં છું."

“આવો ત્યારે.” કહીને સાંગડે ગઢવીને ઝુંપડામાં લીધા. એની બુઢ્ઢી મા પાડોશીએાને ઘેર દોડી ગઈ. તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના આણીને વાળુ રાંધવા મંડી દરમ્યાન સાંગાને એાળખાણ પડી કે એ તો ભાદ્રેસ ગામના કવિ ઈસરદાનજી પાતે જ છે.

“ આપ પંડ્યે જ ઈસરદાનજી, જેને કચ્છ, કાઠિયાવાડ ન મરુધરદેશનાં માનવી 'ઈસરા પરમેસરા”નામે એાળખે છે?”

હસીને ઈસરદાનજી બોલ્યા : “હું તો હરિના ચરણની રજ છું, ભાઈ ! જગત ચાહે તેમ ભાખે.”

"કવિરાજ! તમારી તો કંઈ કંઈ દૈવી વાતું થઈ રહી છે. એ બધી વાત સાચી છે?”

“ કઈ વાતું, બાપ ?”