પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

કામળીનો કોલ


થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝરતી ડોસીએ પોતાની પાંપણેાનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછયું: "સાંગો કયાં ?”

ડોસી કહે: “સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી ૯યેા, બારોટજી !”

ચતુર ચારણ ડોસીનાં આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું-પીવું હરામ કર્યું . ડોસીએ છેવટે કહ્યું: “સાંગાને તો નદી-માતા તાણી ગઈ. ”

ચારણ કહે : “એમ બને જ નહિ. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે ?”

“અરે દેવ ! સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ જાતાં જાતા તમને કામળી દેવાનું સંભારતો ગયો છે, હો ! પાણીમાં ગળકાં ખાતાં ખાતાં પણ એણે તો તમને કામળ્ય દેવાની જ ઝંખના કરી'તી. ”

“સાંગાના હાથથી જ કામળી ન લઉં, તો હું ચારણ નહિ. ચાલો, બતાવો, ક્યાં ડૂબ્યો સાંગો ?”

ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ, અને કહ્યું: “સાંગો અાંહી તણાયો.”

“ સાંગા ! બાપ સાંગા l કામળી દેવા હાલ્ય !” એવા સાદ કરી-કરીને કવિ બેાલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીનાં નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે, વળી પાછી રોઈ પડે છે; ત્યાં તો નદીમાં પૂર ચડ્યું, પાણીના લેાઢ પછાડા ખાઈ ખાઈ કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધો : “સાંગા ! કામળી દેવા હાલજે, મારી કામળી ! હરિની પૂજાને મોડું થાય છે !”

“આવું છું, દેવ, આવું છું !” આઘેથી એવો અવાજ