પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૨

૧૨૨


આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂછડું ઝાલીને સાંગો. તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાઝી પડયો. એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પીને સાંગો ફરી વાર મોજાંમાં સમાયો; ઈસરદાને છેલ્લો દોહો કહ્યો :

દીધાંરી દેવળ ચડે, મત કોઈ રીસ કરે,
નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.

નાગડચાળાના હે ઠાકોર ! તમે કોઈ રીસ કરશો મા કે હું સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણિ શા માટે બનાવું છું; કારણ કે એ તો ખરેખરો દિલદાતાર ઠર્યો, દિલનો દાતાર હોય તેનું જ ઈંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એક વાર મુખથી કહેલું દાન મરતાં મરતાં પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે.