પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૯૬

સૌરાષ્ટ્રની ૨સધા૨ : ૨


“ આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !”

તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીને કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”

“લે ત્યારે, લાખા વાળા !” એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસૂબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો, ને કહ્યું : “લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર...”

“હાં-હાં-હાં–ગજબ કરો મા, બા !” એમ કરતો આખો ડાયરો આડો પડયો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : “આપા, લાખા વાળો તો બાળક છે, એને બેાલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.”

“ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે ! ” એમ કહીને લાખોવાળે તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય, પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”

એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.

'''*'''

ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેંકાર ઉચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને ધાવતાં