પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
આંચળ તાણનારા !

"હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે."

એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘેાળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતો હોય એવી જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે :

“ બાપ ભગર ! મોળી જીવ સાટાની, ભગર !”

એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસાના કાન મંડાય છે, ચારેનાં પૂછ ઊંચાં થાય છે, ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે, ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મેાં ઊંચાં કરીને નગરા ગામને માર્ગે મીટ માંડે છે.

“આ વાંસે ચસકા કોના પડે છે ?” જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા.

“અા વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.”

લૂંટારાએ તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો “ ઊભા રો' બાપ ! મારા વીરાઓ, જરીક ઊભા રો !” એવો અવાજ દેતી ઓરત અાંબી ગઈ, એના હૈયામાં શ્વાસ સમાતો નથી.

રાતુચોળ લોહી એના માં ઉપર છેાળો મારી રહ્યું છે. વાળ

૧૨૩