પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨

૧૨૪

વીખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઊતરી ગયેા છે. આખો દેહ પરસેવે નાહી રહેલ છે.

ચાર ભેંસો એને દેખીને આકુળવ્યાકુળ થઈ ગઈ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી.

“બાપ! મારા પિયર ! તમારું તો જાદવ કુળ : તમે જાડેજા માયલા પણ સાહેબ સાખના બેટડાએ : તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણ્યની ભીંસું કાં હાંકી જાવ ? હું તો તમારી બીન વદું. અને મારો ચારણ પરદેશ વર્તવા ગયેા છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વન્યા વાળું શેણે કરશે ? આ ભીંસુનાં દૂધ તમે સાહેબ રજપૂતોનાં ગળાં હેઠે શે ઊતરશે ?”

પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભરતાં ચારણીના ભરજુવાન દેહ ઉપર લાલપ છલકી. ગાલ ઉપર આઠ આઠ ચૂમકીઓ ઊપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીએાને મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ બેાલ્યા : “આઈ ! ટીકર આવજો. તમારી ભેંસુ હશે તે કાઢી દેશું : અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ ! અમારી વાંસે વાર વહી આવે છે.”

“ તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ ! મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે ! મેં ચારેની બહુ ચાકરી કરી છે, મારા બાપ !”

“ ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસુ.”

ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બેલાવી. કાન ફફડાવતી ને પૂછડાં ઉલાળતી ચારે ભેસો નેાખી તરી ગઈ. પણ ત્યાં તે રજપૂતોની આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર