પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫

આંચળ તાણનાર

કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ,[૧] કપાળમાં ધેાળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસ કેાને ગળેથી છૂટે ?

જાડેજાએાએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઊઠયા : “એ બાઈ, ઈ ચાર ભેંસુંના આંચળ કેાણ તાણશે, ખબર છે ? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઈ; બીજીના હાથ ભોંઠા પડશે, ભેાંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી.

ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાધી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખેામાંથી ઝાળ ઊઠી. સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યું : “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈ ને દૂધ પીધા કરજો !”

છાતીએથી ધખ ધખ લોહીની બે ગૌમુખી વછૂટી. રજપૂતો કાંપતાં કાંપતા જોઈ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રતનાની પાસે પહેાંચી જઈને કહ્યું : "ભાઈ ! મારાં આંછળ્ તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા'તા, તું ચોટીલે જાજે ને આપા મૂળુ ખાચરને બોનનો ઝાઝા જુવાર કે'જે.”

એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લૂગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા.

બહેનના દેહને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો.

ચોટીલાના મૂળુ ખાચરને તો આખી પાંચાળ અત્યારે


  1. સાંકળ - ગરદન, જે ભેસની ગરદન બહુ ઝીણી હોય તેના શરીર ઉપર લોહી ખૂબ હોય.