પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫

મેાત સાથે પ્રીતડી


સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યાં. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે : “બેલે બહેન, જે માગે તે આપું.”

“ભાઈ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.”

હસીને સવાજી બોલ્યા : “અરે બહેન! મૂરખી ! પાંચ વરસ વધારે જીવું તે તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જ, મારા ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસ દેહ પાડીશ.”

ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બેાલ્યું કોઈથી ફરે તેમ નહોતું, બહેન, ભાઈને બરાબર એાળખતી હતી. મોતની વાટ જોતાં જેતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહિ. પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંકયો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘેાડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય, કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો.

પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીએાની કાઠિયાણીએાનું હરણ કર્યું . બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી.

ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીએાની ફેાજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું : “ શુરવીરો, સાંભળો !