પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૧૪ કરપડાની શૌર્યકથાઓ

૧. 'સમે માથે સુદામડા ?'

પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,

પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ.

જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી રાતેાચોળ બનેલે કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફરે છે, એને રોમેરેામથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે.

વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈયા ખાચરે પૂછયું : “શું છે, કેમ ચકળવકળ જુએ છે ?”

“ કાઠી ! મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો. ”

“લે ગાંડી થા મા, ગાંડી ! કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહી કોની મગદૂર છે કે પગ દઈ શકે ? ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે.”

કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સેાડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી

ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. એારડો જાણે હસતો હતો.

૧૩૩