પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫

કરપડાની શૌર્યકથાઓ

માથાં કપાવીએ ?”

ડાહ્યો કાઠી લાખો કરપડો બેલ્યો : “ભાઈઓ, આવો, આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાને ધણી કેાઈ એક જણ નહિ; એક ગરાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહિ; આજથી 'સમે માથે સુદામડા ? : એટલે જેને ઘેર જે જે કંઈ ગરાસ-ચાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો : સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા. ખબરદાર ! આપો લાખો ખાચર આવે કે માટો ચક્રવર્તી આવે, આપણે એકએક સમશેર લઈને સુદામડાનો બચાવ કરવાના છે. છે કબૂલ ?'

વસ્તી એ કબૂલ કર્યું : તે દિવસથી – સંવત ૧૦૦૬ની આસપાસથી –'સમે માથે સુદામડા' બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા... *[૧] સહુને 'મારું સુદામડા', 'મારું સુદામડા' થઈ પડયું. પોતાપણાને કોંટો ફૂટયો.

“ધિરજાંગ ! ધિરજાંગ ! ધિરજાંગ !” કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતોબૂંગિયો ઢોલ બજવા લાગ્યો, અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો તેના હોશકોશ ઊડી ગયા.

માણસોએ દોડતા આવીને કહ્યું : “પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાંપો ઘેરી લીધો.”

જુવાનો સામસામા જોવા લાગ્યાઃ ગામમાં કોઈ મોટેરો હાજર ન હોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં


  1. આજ સુધી પણ એમ જ છે. વસ્તીના અઘાટ હકને પાછો ઝૂંટવી લેવા સારુ સુદામડાના દરબારો પણ ઘણી ઘણી વાર અદાલતોમાં લડ્યા છે, પણ વસ્તીના હકકો કાયમ રહ્યા છે.