પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૩૬

લઈને નળકાંઠા તરફ ગયો છે. સોળ-સોળ અને અઢાર- અઢાર વરસના ઊગતા જુવાને દિડ્મૂઢ બનીને બેઠા રહ્યા. હાય હાય. કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને કરડી ખાશે !

કોથાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો : "જેઠસૂર ! ભોજ ! નીકળી જાવ ! ઝટ નીકળી જાવ !”

બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘેાડાં સાબદાં કરીને એક આધેડ આદમી ઉભેલ છે. ઈશારો કરે છે : “બેય જણા ઝટ ઊતરી જાવ; ચડીને ભાગવા માંડો.”

બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે, ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું : “કેાણ, માણસૂર ખવડ? આપો માણસૂર ખવડ ઊઠીને – કરપડાએાને ભાણેજ ઊઠીને – અટાણે ગામના જુવાનેાને ભગાડે છે ? અરે ! પેટના દીકરા ભેાજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય ભગાડે છે ? હાય રે હાય, આપા માણસૂર ખવડ ! કાઠીએાનું આથમી ગયું કે ?”

“લે બસ કર, કાળમુખા !” એમ બોલીને એ ઘોડાવાળો માણસુર ખવડ જુવાનોને લલચાવવા માંડયો : “ બેટા ભેાજ ! ભાણેજ જેઠસૂર ! જીવતા હશું તો સાતવાર સુદામડું ઘેર કરશું. ભીંત હેઠ ભીંસાઈ નથી મરવું ભાગો, ઝટ ભાગો !”

માણસુર ખવડના દીકરો ભેાજ તે ખાબકી પડ્યો. ઘોડીએ ચડી ગયો, પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું : “બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ ? અને 'સમે માથે સુદામડું' શું ભૂલી ગયો ? આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો, ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસૂરની ઘોડીએ ચઢી જીવ બચાવીશ, જેઠસૂર !”