પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

દીકરો !


એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.

દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂકયો : “ બેટા ! દુનિયા કહેતી'તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે!!

“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો ! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડયું ? પણ તારાં અભેમાન ક્યાં એાછાં હતાં ! ”