પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઢેઢ કન્યાની દુવા

શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે : “ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. તું મારે એકનો એક છે. તું ગોહિલ ગાદીનો રખેવાળ છો.”

“બાપુ, બાવડું મેલી દ્યો. હું પગે પડું છું, મેલી દ્યો.” સોળ વરસની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી શરમાતી કંથના એારડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડયો.

તે દિવસે બપારે દરબારગઢની ડેલી ઉપરની મેડીમાં આતાભાઈની અાંખ મળી ગઈ હતી. અચાનક ઊંંઘમાંથી ઝબકી ઉઠયો, અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એનાં બાળબચ્ચાં ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં. કુંવરે પૂછયું : “ એલા કોણ છે ?”

“ અન્નદાતા, ઢેઢ છીએ.”

“ કેમ રુવો છે ?”

“ બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી

દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે. બાઈ નાની છે, ને

૧૦૨