લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૪૪

ગરાસની લાલચે બધા ગુણ ભુલાવી દીધા.

રાજસાહેબે વિસામણ કાકાને ધ્રાંગધ્રે તેડાવી લીધા. કાકાની ઘેાડીને ગઢની માંહ્યલી ઘોડારમાં બંધાવી દીધી. ડેલીની મેડી ઉપર જ કાકાને સીસમનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડવા મંડ્યા. કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી. પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે. કાકા કેદી બન્યા.

બીજી તરફથી રાજસાહેબે ત્રણસો બંદૂકદારોને તૈયાર કરી, એક દિવસ સેાપો પડ્યે ઉબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભેાજના પિતરાઈની ડેલીમાં સંતાઈ ગયા.

સવાર પડયું. ખળાવાડમાં તલનાં એાથડાં ખંખેરવાનાં હતાં તેથી ભોજભાઈને પટેલ ખળાવાડે પધારવાનું કહી ગયો. અઢાર જુવાનજોધ કરપડાની વચ્ચે વીંટાઈને ભેાજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દૈવને કરવું હશે તે સવારે વહેલો એક બાવો ભોજના પિતરાઈઓની ડેલીએ લોટ માગવા ગયો. ત્યાં એણે દાઢીવાળા ત્રણસો બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી.

વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કળી ગયો. ભેાજ ખાચરના માગણિયાત ખેાડા રાસળિયાને બોલાવ્યો. બે ઘોડાં મગાવ્યાં. રાસળિયાને કહ્યું : “ભેાજભાઈને તાબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ. જોજે હો, તારો ધણી છે.”

ખોડો ભેાજ બાપુને લઈ ગેાસળ ચાલ્યો. ગોસળ સાયલાનું ગામ હતું.

પોતાના સત્તરે ભેરુબંધોને ખબરદાર કરીને જીવો પાછલી બારીએથી પોતાના ફળિયે આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી હતી, તેમાં થઈને ભેાજભાઈની