લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૫૪

છે, બાપ કાળા, એકલું ભુજબળ તો પલીતનેયે હોય. પણ વીરતા કેાનું નામ !

કાળો મરમલ કવિના મુખ સામે તાકી રહેતો, એના મનમાં સરસિયાના કાઠી ગાંગાવાળા ઉપર વેર ખદબદતુ હતું. તેની સમસ્યા શમતી નહોતી. એના દિલમાં ઉધામા ઊઠે છે :

“મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો. મરતાં મરતાં કહેતો ગયો કે 'મારો કાળિયો આપા ગાંગાને ભળે છે !' ત્યારે પછી પડખે સરસિયા ગામના ગલઢેરા ગાંગા વાળાને આશરે હું ઊછર્યો, પણ એક દિવસ ગાંગા વાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો. એના વેરનું શું ? ગઢવી તે મને ગોટાળે ચડાવે છે !”

એમ કરતાં કાળો જુવાન થયો. રામ ગઢવીને મુખેથી એણે શૂરવીરનાં ધીંગાણાની ઘણી ઘણી વાતો સાંભળી. ગામને પાદર એણે કેટલાય પાળિયા જોયા. પછી રાતે રાતે ઊંઘમાં એને યુદ્ધનાં સ્વપ્નાં આવતાં : “મારી તલવાર! મારે મલિયો !”એવા એવા હાકલા કરીને એ ભરનીંદરમાંથી ઝબકી ઊઠતો.

રામ ગઢવી ઉઠીને એને ટાઢો પાડતા ને એને શરીરે હાથ ફેરવતા. સાંજે કાળાને આવતાં અસૂર થઈ જાય તો બુઢ્ઢા રામ ગઢવી એને ગોતવા નીકળતા. એને મન તો કાળિયો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો.

એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું. બરાબર ઉતાર આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી. “બાપ કાળા ! દોડ્ય દોડ્ય સરસિયે. મારું મોત આવ્યું. ઝટ અફીણ લઈને પાછો આવજે.”

પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસિયે ગયો.

વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અફીણ જોખાવે છે. તે ટાણે એાચિંતા ગામમાં હોંકારાપડકારા સંભળાયા. કાળો