લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫

કાળો મરમલ

પૂછે છે : “શેઠ, આ શું છે ?”

વાણિયો કહે : “ભાઈ, આપણે એની શી પંચાત ! દરબાર ગાંગા વાળાના બે ભત્રીજા એને મારી ગરાસ લેવા આવ્યા છે તે વઢે છે. એમાં આપણે શું ? ડાહ્યા થઈને દુકાન વાસી દઈએ, ને માલીપા બેઠા બેઠા સાંભળીએ; તરડમાંથી તાલ જેઈએ ! ”

ત્યાં તરવારોના ખણખણાટ અને બંદૂકેાના ધડાકા સંભળાવા માંડ્યા. કાળાનું શરીર કાંપવા લાગ્યું. એનો હાથ તરવારની મૂઠ ઉપર ગયો. વાણિયો કહે : “એલા, તને એમાં શેનું શૂરાતન ચડે છે ? તને તો ઊલટો ગાંગા વાળાએ જાકારો દીધેા હતેા ! ”

“વાણિયા ! તું શું સમજ ? મારા દાંતમાં હજી આપા ગાંગા વાળાનું અન્ન ચોંટયું છે. હું અહીં જ મરીશ.”

“મર ત્યારે મૂરખા !”

ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું. વાણિયાએ દુકાનનાં કમાડ અંદરથી વાસી દીધાં. કાળાએ જોયું કે ગાંગો વાળો મરાયો. એટલે તલવાર કાઢીને એણે દોટ દીધી. બેમાંથી એક ભત્રીજાને માર્યો, ત્યાં તે એનું માથું પણ પડયું. ગામના ઝાંપા બહાર જે રાવણાનું ઝાડ છે, ત્યાં સુધી લડીને એનું ધડ પડયું. અત્યારે ત્યાં એની ખાંભી છે.

અફીણની વાટ જોઈને બેહોશ બની બેઠેલા રામ ગઢવીએ સાંજે જયારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો, ત્યારે અફીણ લીધા વિના જ ગઢવીએ મોં ઢાંકીને મરશિયા ઉપાડયા :

વ૨સ [] દસ વીસે, મરમલ વાંછીતો મરણ,
પૂગ્યો પચવીસે, કયાંથી આવે કાળિયો ?>


  1. 'વીસ વરસનો વદાડ'– એ પાઠ પણ છે.