પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧પ૭

કાળો મરમલ

સામૈયું લઈને આવતા હતા. એવા ભભકેદાર વિવાહમાં પરણ્યા વિના કાંઈ કાળો પાછો આવે ?

ભેળ્યું ખેત્ર ભડે, રોરવતાં રાંક વારે,
નસિયર નીંઘલતે, કયાંથી આવે કાળિયો ?

એ યુદ્ધ નહોતું, એ દુકાળની અંદર શૂરવીરોરૂપી રાંકાઓએ ખેતર ભેળ્યું હતું. એ ખેતરની અંદર કાળા જેવા એકાદ નીંઘલેલ (પાકી ગયેલ) છોડ જોઈ ગયા પછી શૂરવીરોરૂપી રાંકાઓ એને છોડે નહિ, ને કાળો પાછો આવે નહિ.

કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,
વણફૂટયે વહળોય, ક્યાંથી આવે કાળિયો !

કાલી બાયડીને માથે પાણીનો ઘડો હાય (ગાંડીને માથે બેડું હેાય) તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાંડીના માથા ઉપરનો ઘડો જેમ ક્ષેમકુશળ ઘેર ન પહોંચે, તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન આવે.

પળચર, ખગ, વ્રેહમંડપતિ,(ઉપર) અપસર ઝુળ અસે,
એતાંને અવઠોર્યે, કીં કદી આવે કાળિયો ?

યુદ્ધક્ષેત્ર ઉપર કાળાની વાટ જેઈને માંસભક્ષી ગીધ પંખી બેઠાં હતાં. આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા. અરે, અપ્સરાઓનું વૃદ ઊભું હતું. એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘેર આવે ?

[આ વાત બીજી રીતે એમ કહેવાય છે કે કાળો સરસિયો ગાંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામ પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ 'મરમલનો ઝાંપો' એ નામે ઓળખાતેા. એ પીપરિયે ગયો. 'મરમલના ઝાંપા'નું રક્ષણ કરતાં કરતાં મર્યો.]