પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૌરાષ્ટ્રની ૨સધા૨ : ૨

૧૬૦


"હાં ! હાં ! હાં ! કાંધલજી ! ” બેાલતી આખી કચેરી ઊભી થઈ ગઈ.

રા'એ કહ્યું : “ તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.”

ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડેા હતેા. ચાલતાં ચાલતાં, ઘેાડીએ વણથળી ગામને પાદર નીકળી.

તે દિવસે ગામમાં નવસેં નાઘેારી *[૧] વરે પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાય જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સહુના કાળજાંમાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુઓ રમતો નીરખવા થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢામાં ફીણ છૂટયાં છે, ઘોડીઓ પરસેવે નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે? પાંચે આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે?

દોડી જઈને નવસો નાઘેારી વરરાજા આડા ફર્યા. ઘેાડીની લગામ ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા : “તમે મને એાળખો છો ? ”

નાઘોરી કહે : “ એાળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસૂંબા લીધા વિના ન જઈ શકે.”

કાંધલજીએ કહ્યું : “ભાઈ ! તમે તમારી મેળે જ હમણાં

ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.”


  1. નાઘોરી મુસલમાનોની એક જાત છે. વણથળીમાં અસલ નાઘેારી જમાદારોની આણ ફરતી.