પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧પ૯

કાંધલજી મેર


“ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો ! હવે તેા જઈ રહ્યા ! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડયો જાણજો. ”

“અરે બાપુ ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.”

“વિવા છે માટે જ ફુલદડે રમશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તે લોહીના થાપા જ શેાભે.”

નાઘેારીએાએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીંઢળબંધ નાઘેારીઓ ગામને પાદર તલવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહેાંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે મીંઢળબંધા વરરાજાએ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તે નાઘોરણેાની સુંવાળી છાતી ઉપરેય ન આવત.

કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસૂંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી વીંખતી તરુણીએાનાં વેણ સાંભળ્યાં : “આપણા ધણીએાનો કાળ હજી અાંહી બેસી રહ્યો છે !” એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તલવારની ગાળાચી કરી. પોતાનું માથું ઉતારીને નીચે મૂકયું. બે ભુજામાં બે તલવારે લીધી : અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડયું. સીમાડા માથે કેાઈ એ ગળીનો ત્રાગડો નાખી ધડને પાડયું, અને માથું દરબારગઢમાં રહ્યું.

તું કાંધલજી કાટકયો, ફેાજાં અંગ ફેલે,
કાળુઓત * [૧] મીંડો *[૨] કિયો, ઘોડાં અંગ ઘેરે.


  1. * કાળુંસુત .
  2. × તલનાં એાથડાં ખળાવાડમાં ખંખેરે ત્યાર પછી તલની ચોપાસ તલનાં ગોળ ગૂંથીને કુંડાળું કરે છે. આંહી કાંધલજીએ પોતાના થોડા ઘોડેસવારોથી દુશ્મનરૂપી અનેક હલની આસપાસ કુંડાળું' ( મીડું ) કર્યું', એવું રૂપક છે.