પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪પ

ક૨પડાની શૌર્ય કથાઓ

ડેલીએ આવ્યો. આવીને એંસી વરસના બેય કરપડાના કાનમાં વાત કહી : “ત્રણસો બરકંદાજ આવી પહાંચ્યા છે. ભોજભાઈને તો ગેાસળ ભેગા કર્યા, પણ આઈનું શું થશે ? આઈ ને મારે એારડે લઈ જઈને ગેાસળ મોકલાવી દઉં ? ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીંખવા હોય તો વીંખી જાય.”

બેય બુઠ્ઠાએાએ ધોળાં ધોળાં માથાં ધુણાવ્યાં. બેય જણા બેલ્યા : “ના રે, બાપ ! બાપડી આઈ એ આટઆટલી મહેનતે એારડા શણગાર્યા એ કાંઈ રેઢા મેલાય ? આઈ બાપડી અાંસુડાં પાડી-પાડીને અરધી થઈ જાય ને !”

“પણ હું છું ને ! આઈને હું લઈ જાઉં છું.”

તરવાર ખેંચી લાલચાળ અાંખ કરી એંશી વરસના બે ડેાસા બેાલ્યા : “જીવા, અમને અાંહી તેં નથી બેસાડ્યા; તારે બાપે બેસાડ્યા છે. એ આવશે ને કહેશે તો ઊઠશું. બાકી તો અાંહી જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે કયાંય નહિ ફેરવવા દઈએ. એંશી વરસે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું ?”

જીવો ચાલ્યા ગયો. હવે ધીંગાણા વિના બીજો ઉપાય ન રહ્યો. અઢારે જણા વરરાજા બનીને ઉઘાડી તરવારે ગામમાં ચાલ્યા. મોખરે જીવો ચાલતો હતો ત્યાં તો સત્તર જણામાંથી એક સાવજ જેવો જુવાન દોડીને મોઢા આગળ થયો. જીવો કહે : “કેમ, ભાઈ ? ”

“કેમ શું વળી ? તું મોટો ને હું શું નાનો છું ? પહેલી ગેાળી તો હું જ ઝીલીશ.”

ત્યાં તો ધડિંગ ધડિંગ કરતી ત્રણસો ગાળીઓ. સામેથી વછૂટી. પણ રામ રાખે એને કેાણ ચાખે ? અઢાર જણામાંથી એક લાખાને પગે જ જખમ થયો. એક ગાય અને એક પનિહારી ઘવાયાં, બાકીના સત્તરે મરદોએ એ ધુમાડાના