પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

કાળુજી મેર

કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી ભાઈબહેન કંઈક મિયાંમુગલોને કાપતાં બરોબર કાળવે દરવાજે આવી ઊભાં રહ્યાં. ત્યાંથી એણે ગઢ ઉપર ઘેાડીને ઠેકાવી. ટપીને ઘેાડી વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઈ. ઘનધોર વનરાઈમાં ઘેાડી અદશ્ય થઈ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી.

પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો, એવી ઊણપ એના મનમાં રહી ગઈ. ફકીરને વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં સાંઈમૌલાને કોઈ રોકે નહિ. કાળુજીને ખબર હતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે. ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો; અને પછી અંદરથી ત્રાડ નાખી : “ જૂનાગઢના નવાબ ! મારી બહેનનું માગું નાખવાનાં મૂલ પણ કેવાં મોંઘાં છે તે જોઈ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું.”

મેડીને દાદરે માણસોની ઠઠ્ઠ જામી. નવાબ બહાર ઊભેા ઊભો કરગરવા લાગ્યો : “ કાળુજી ! તું માગે તેટલાં જવાહિર આપું.”

નેજે જે નવાબ, ઊભો અરદાશું કરે,

જોરાવર જવાબ, કઢ્ઢે મેર કાળવો.

નવાબ ઊભો ઊભો આજીજી કરે છે, અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે.

કાળુજીએ જવાબ વાળ્યો : “જવાહિર જોતાં હોત તો મારી બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત ? પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે. મેરને જવાહિર કરતાં આાબરૂ વધુ વહાલી છે. હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે. હેમખેમ જવા દે એટલું માગું છું.”

નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો. પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુને માટે