૧૭૦
રવિ (સૂર્ય ) ઊગતાંની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો, ત્યાં હાથમાં ખડ્ગ લઈને મૂળુ મેર અગાઉથી પહોંચી ગયેલો.
દળ ભાગાં દોવાટ, માળીડા મેલે કરે,
થોભે મૂળુ થાટ, રોકે મેણંદરાઉત.
પોતાના ઉતારા છોડીને લશ્કર બન્ને બાજુ નાસી છૂટયાં. પણુ મૂછદાઢીના થેાભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુ એ નાસતા કટકને રોકી રાખે છે.
કહીંઈ તારે કપાળ, જોગણનો વાસો જે.
મીટોમીટ મળ્યે, મેરુ ભાગ્યો મૂળવા.
હે મૂળુ, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટામીટ મળતાં જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો.
રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચેારવાડના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો. ચેારવાડ જીતીને વેરાવળ ઉપર જતાં ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો.
મહારાણાએ પૂછયું : “બોલો મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપું, કહો તો સોનાનો, ને કહો તો રૂપાનો .”
રાજકચેરીમાં ઊભા થઈને નિરભિમાની મૂળુએ જવાબ દીધો : “રાણા, કોક દી મારા વંશમાં ભૂખ આવે, તો મારા વારસો સોનારૂપાનો પંજો વેચી નાખે, માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે.”
પાતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો