પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૪૬

ગોટેગોટની અંદર ઉઘાડી તરવારે દોટ મૂકી. ત્રણસો બરકંદાજોને ડેલીએ દાબી દીધા. ફરી વાર બંદૂકો ભરાય ત્યાં તો અઢારે તરવારો પાકલ શેરડી જેવા વેરીએાને વાઢવા માંડી. ડેલીમાં એક સીદી ને જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર લાખો એક સિપાઈને પછાડી માથે ચડી બેઠો. દુશ્મનોનો સોથ વળી ગયો. બચ્યા તે ભાગી છૂટયા.

ઘવાયેલા વાઘ જેમ વકરી જાય, તેમ લાખો પણ ઝનૂને ચડ્યો. એ દોડયો દુશ્મનેાના એારડા ઉપર. એારડાની ઓસરીમાં દુશ્મનોનાં બે છોકરા કિનખાબનાં ઘોડિયાંમાં સૂતાં હતાં. બીજા સાદાં. મેલાં ઘોડિયાંમાં વડારણોનાં બે છોકરાં સૂતેલાં લાખાની ત્રાડ સાંભળીને કાઠિયાણીઓ તો એારડામાં ભરાઈ ગઈ, પણ રંગ છે દાસીઓને ! એમણે તરત જ પોતાના છોકરાએાને કિનખાબનાં ઘોડિયામાં સુવાડી દીધા, અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યા એ સુવાડયા.

કાળભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો, જઈને કિનખાબનાં ઘોડિયાંમાં પોઢેલા બાળકોને છેદી નાખ્યા. કાઠિયાણીઓ અને દાસીએાની રડારોળ થઈ રહી. એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હણાયેલ જોઈને જીવાએ કહ્યું : “ ધિક, લાખા ! લોહીનો આટલો બધો તરસ્યો? આ આપણી માયું નથી? એનાં છોકરાં આપણાં ભાંડું નહિ? આ તેં કોને મારી નાખ્યા? ભાગી જા, પાપિયા !”

લાખાને બહાર કાઢયો ત્યાં સુધી દાસીએાએ આંસુ રોકી રાખ્યા હતાં, પણ પછી ન રહેવાયું. પોતાનાં બે ગભુડાંને મરેલાં ભાળીને એમણે છાનું રોઈ લીધું.

જીવો કહે : “રંગ છે તમને! તમે જ સાચી ક્ષત્રીજનેતા. બહેનો, હવે ફડકો રાખશો મા હું ઊભો છું.”

એ જ વખત વેલડાં જોડાવીને જીવાએ એ બધી બાઈ