૧૭૪
લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રુજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાનાંમોટાં અઢાર માણસો છે. આવો, આપણે જામને લેાહીથી ધરવી દઈએ.”
કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરને ધોરિયે છૂટયો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉપર છાંટયા. ચારણ્યેાએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને “લેજે રાણાજી!” કહી નગરના ગઢની ભીંતે પર ફેકયા. વળી દૂધિયા દાંતવાળાં બાળકોનાં નાનકડાં માથાં શ્રીફળ વધેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી. પછી ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપર ઘી રેડયું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં લુગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા લઈને 'હર! હર!હર!'ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને ચારણે કહ્યું : “બાપ! ગાડાને આગ લગાડીને તું બા'રો નીકળી જા.”
કોળી બાલ્યો , “બાપુ ! તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોંઠામણ આપીશ ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપ૨."
ચારણ જુએ છે, તે કોળીએ લોઢાની નાગફણું ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધેલા !
ગાડું દરબારમાં ચાલ્યું, કપાસિયા સળગ્યા, ગાડાને આગ લાગી. ચારણ પરિવારનાં લૂગડાં સળગ્યાં, કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા હાડકાંમાં દાખલ થયા ત્યાં તે ફડ ફડ ફટાકિયા ફુટવા લાગ્યા, છતાં એ પાંચ માણસાની જીવતી ચિતામાંથી કેવા સ્વર છે ? “હર ! હર ! હર !” પાંચેય માનવી જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ