પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

ચારણની ખેાળાધરી

પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયેા. સતાજી જામના દરબારગઢે તે દિવસે અઢાર *[૧]દેવી બાળકેાના ભક્ષ લીધા.

ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબડવા માંડી. અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બેાખીરાની ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા મંડ્યો. જંગલોમાં સંતાયા, ને આખરે એનો દેહ છુટી ગયો.

નિરાધાર રાણી કલાંબાઈ ને અને કુંવર ખીમજીને ઊંચે આભ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકાર સંભળાતા હતા. ત્યાં તે મેરોમાં હાક બોલી : “હાં ! માટી થાઓ ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે. ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યા. ઓડદરમાં લાવીને એારડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું : “ મા, મન હેઠું મેલીને રે'જે. અાંહી તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકો નહિ કરે.”

એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગેલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટેાનું એક પાણિયારું કરાવી દીધું. એક દિવસ કલાંબાઈએ જોયું તો એક ઈંટને ખૂણો ટેચાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું

સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું. તો ઉપરના


  1. * એ કાંવીદાસ લાંગાના વંશજો હાલ પોરબંદરના ગામ છાયામાં જેઠવા રાણાના આશ્રિતો થઈને રહ્યા છે.