ચારણની ખેાળાધરી
ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી.
બોખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામની
સેના સામે લડતાં ૨૪૫૦ મેર મૂઆ. કસવાળિયા, મોઢવાડિયા,
રાજસખા અને ઓડદરા, એમ ચાર વંશના મેરો સામેલ હતા.
કેસવાળા મેરને માટે કહેવાય છે કે :
પડકાર્યો પડમાંય, કુંજર ઢાળે કેસવો.
કેસવાળા કેસવ તણો , પોરસ અંગ પાતે,
દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો-
આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.”
રાણીએ કહ્યું : “ મારા વીરાઓ ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”
રબારી તો એવા રાજી-રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા ! અને મેરોએ ચાળીશ*[૧] ગામનાં તેોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠયા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઆ પહેાંચી શકયા.
આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે :
જેઠવો, જોરાબોળ,
બરડે બેઠા બિલનાથ ૧ [૨] બંક.
દીએ નગારે ઠોર.
- ↑ *અત્યારે મરોનાં સુવાંગનાં ગામ સોળ જ રહ્યાં છે. એમ કહેવાય છે કે રાણા વિક્રમાજિતના વખતમાં પ્રેમજી કામદારે કુંવરના જન્મ-ઉત્સવ ઉપર મેરોને પોરબંદર બેાલાવ્યા, પણ સાથે ચારણોને ન આવવા દીધા. પછી મેરોને ખૂબ ખવરાવી-પીવરાવી-ફોસલાવીને કુંવરપછેડામાં ઘણાં ગામ લખાવી લીધાં. ત્યાર પછી ક્રમે ક્રમે મેરોએ સોળ સિવાયનાં તમામ ગામે ગુમાવ્યા.
- ↑ ૧. બિલનાથ મહાદેવ