લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

પરણેતર !

વાતો કરતાં હશે ?”

મેપો બેલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! એાલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી......”

“મેર, રાયા ! હવે ફાટ્યો કે ? માંકડાને મોઢું આવ્યું કે ? કહેવા દેજે મારા આતાને * [] !”

એવી એવી ગમ્મતો મંડાતી.

*

એમ કરતાં ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડીખેડીને ગાદલા જેવું સુંવાળું કરી નાખ્યું. બોરડીનું એક જાળું તો શું, પણ ઘાસનું એક તરણુંયે ન રહેવા દીધું. સાંઠીએા સૂડીસૂડીને એના હાથમાં ભંભોલા ઊઠયા. અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી.

ચોમાસું વરસ્યું; જાણે મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવાં તો જારબાજરાનાં ડૂંડાં નીંઘલ્યાં. બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો, ત્યારે અંજુ પૂછતી : “ શું જોઈ રહ્યો છે ?”

“જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણાશે કે નહિ ?”

“પણ તને મફત બાયડી મળે તો ?”

“તો તો હું અનાથ કહેવાઉં ને!”

*

લાણીને દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક્કેક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો. લુહારની સાથે એને ભાઈબંધી

જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધી. દાતરડીને


  1. * કણબીએમાં પિતાને ' આતો ' કહેવાય છે.