૧૮૨
રાણાવાવનું પાણી પાયું. અને એ દાતરડી કેવી બની ? હાથપગ આવ્યો હોય તે બટકાં ઉડાડી નાખે તેવી.
લાણીને દિવસે સવાર થયું, ને મેપો દાતરડી લઈને ડુંડાં ઉપર મંડાયો. બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરુંધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી, ત્યાં એની આંંખો ફાટી રહી. ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું, “નખ્ખેાદ વળ્યું ! સાંજ પડશે ત્યાં એક કૂંડું પણ આપણા નસીબમાં નહિ રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું ?”
અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજવા માંડી. આભલાનાં ભરત ભરેલા હીરવણી ચણિયો, અને માથે કસૂંબલ ચૂંદડી; મીંડલા લઈને માથું એાળ્યું. હીંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ધીએ ઝબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો. પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપા વાતોએ ન ચડ્યો : ગલેફામાં બે-ચાર કેાળિયા આડાઅવળા ભરીને મેપાએ હાથ વીછળ્યા. ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો, પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી. એ ઊઠયો.
“બેસ ને હવે! બે ડૂંડાં એાછાં વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહિ રહી જા.”
પણ મેપો ન માન્યો, એણે મોઢુંયે ન મલકાવ્યું.
“આજ અંજુથીયે તને તારાં ડૂંડાં વહાલાં લાગ્યાં કે?”
મેપાનું હૈયું ન પીગળ્યું.
“ એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બસ, આમ સામું તો જો !”
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે.