લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

પરણેતર !


“ઊભો રહે, તું નહિ માને એમ ને ?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. * []. હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીને હાથે ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોંમાંથી બેલી, “નહિ ઊભા રહે એમ ?”

મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ, મેપો જરાક મલકાયેા હતેા. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું.

મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું.

ત્યારથી દુહો ગવાતો આવે છે કે,

દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,
રૂડી રાણાવાવ, કુંવારી કાટ[] ચડે,

ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુહા સિવાય એ

રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું. []


  1. * કાપણી કરનાર માણસો જયારે વિસામો ખાય ત્યારે દાતરડી હંમેશાં ગરદનના ભાગ ઉપર કેડિયામાં ભરાવે અને હાથે બહાર લટકતો રાખે.
  2. કાટ =કાષ્ટ
  3. આ કથામાં પાત્રોનાનાં ન મળી શકવાથી કલ્પિત નામ અપાયાં છે.