૧૫૦
એ ડુંગરમાં એક ઊંંડું નેરું છે. ઉપરવાસ થઈને એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બેય કાંઠે ભયંકર ઊંંચી ભેખડો ઊભી છે. નિરાધાર બહારવટિયાઓને આશરોલેવા માટે જ જાણે કુદરત માતાએ આ જગ્યા બનાવી હશે.
સત્તર જણા એ નેરામાં બેસી ગયા. અઢારમો લાખેા કરપડો નેરાને કાંઠે એક ધાર ઉપર ચાડીકો બનીને બેઠો. ત્યાં તો આઘેથી ધ્રાંગધ્રાની ગિસ્તની ખેપટ ઊડતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના સાથીને કહ્યું : “જા, નેરામાં જઈને હેાકેા ભરી આવ.”
ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે જ થંભાવી દીધી. જીવો જમાદાર એકલો અંદર ઊતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર ચડીને હેઠવાશ ભાગવા મંડ્યો અને કહેવા લાગ્યો : “જીવા જમાદાર, તે મારા બાપને તે દી બચાવ્યો છે. આજ શીદ એ ગણ ભૂલવછ? શું મોઢું લઈને હું તારા ઉપર ઘા કરું ?”
જીવા જમાદારે પડકારા કર્યા : “જીવા, જે કાળે જે ધરમ ! હવે ભાગ મા; હમણાં તારી ઘેાડીનો ગાભ નીકળી પડશે. ”
“તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ, કાં ?”
“આ લે, બંદુક !” કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી દીધી. બેય જીવા બરછીએ આવ્યા. કરપડાનો ઘા બરાબર જીવા જમાદારના પેટમાં વાગ્યો. ઘોડી ઉપરથી એ લથડ્યો, પણ એક પગ પેંગડામાં ભરાઈ રહ્યો; ઘેાડી અાંટા ફરવા મંડી. જમાદાર ઢસડાણો. કરપડે નીચે ઊતરીને જમાદારને છૂટો કર્યો ત્યારે જમાદાર બોલ્યો : “જીવા, હું સૈયદ છું. મારી કાયા ઢસડાણી તેમ તારું બહારવટુંયે ઢસરડાશે. હું તો મરું છું પણ ભાઈ, મારો છોકરો હાલ્યો આવે છે, એને બચાવજે