પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિલાવર સંસ્કાર
[પ્રવેશક]
ભાતીગળ ફાલ

ગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડીને વિધવિધ સ્ત્રીકેસરો ઢળી પડ્યાં, એના અંતરમાં ઉતારા કરી લીધા, એમાંથી આવો ભાતીગળ ફાલ નીપજ્યો. ગુલાબોએ અને ગલગોટાએ કંઈ કંઈ રંગો બદલ્યા છે, ને હજુ લોહીમિશ્રણ પુષ્પોની દુનિયામાં ચાલી રહ્યું છે. એમાંથી નવાં નવાં અનેક છાંટણા લઈને નવીન સૌંદર્યની રમઝટ જામશે.

પુષ્પની દુનિયામાં જે બન્યું તે આ સોરઠી પ્રજાની દુનિયામાં પણ બની ગયું. આજે 'કાંટિયા વરણ' કહીને જેની આપણે અવગણના કરી છે, તે બધી જાતિઓના ચહેરા નીરખીને જુઓ : એના પહેરવેશ, રીતરિવાજ, દાઢીમૂછના વળાંક, આંખેાની અણીઓ અને ભમરનાં ભાલાં નિહાળો; એની રમણીઓના અંગ-લાવણ્ય, અવાજની મીઠાશ, ગાવાની હલક, ઓરડાની કલા-કારીગરી, સીવણગૂંથણના શણગાર, એ બધું તપાસો; એ બધામાં અનેકવિધ સંસ્કારોની રળિયામણી ભાત પડી છે. એક મેરાણીના દેહને નિહાળેા; ચોવીસેય કલાક પરિશ્રમ કરતી કણબણ જેવા એના સ્નાયુઓ છે, રાતદિવસ ધૂળમાં રોળાતા એ અંગોમાં રાણીવાસની કોઈ તન્વંગી રજપૂતાણીનાં રૂપ નીતરે છે, અને છતાંય કામદેવની કામઠી સરીખાં એનાં નેણની નીચે કોઈ ચારણી જોગમાયાની અગ્નિઝરણી આંખો ઝગે છે. એવી જ

રીત એના પુરુષને તપાસો અને પછી એ સાંતી હાંકતો કણબી છે,

12