પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

14

વાવને કાંઠે બે યુવતીઓ બેઠેલી. કુમારિકા નણંદે કહ્યું : ભાભી, જુઓ તો ખરાં, બિચારો બ્રાહ્મણ કેવો દુઃખી થાય છે ! કોઈ દિવસ કર્યું નથી લાગતું. લાગે છે કોઈક સુંવાળું માણસ. ભાભીએય દયા ખાધી : નણંદ તો મુસાફર સામે જોતી જાય ને ઊદ્‌ગારો કાઢતી જાય : ભાભીથી ન રહેવાયું. બહુ દયા આવતી હોય તો જઈને એના રોટલા ઘડો ને બા : વાહ વાહ ભાભી, ભોજાઈ તો માને ઠેકાણે; માની આજ્ઞા મળી ગઈ. લ્યો રામ રામ : તરુણીને મોઢે શરમના શેરડા પડ્યા હતા. દેહમાંથી જાણે રૂપનાં ટીપાં નીતરતાં હતાં. એ કુમારિકા બ્રાહ્મણના મંગાળા પાસે ગઈ. ઊઠો મહારાજ, આજથી તમારા જ રોટલા ઘડીશ : બ્રાહ્મણનું બધું દુઃખ કોઈ અમંગળ સ્વપ્નની માફક ઊડી ગયું. મીઠી મીઠી નજરે ટગરટગર ટાંપી રહ્યો : ફરી અવાજ આવ્યો, ઊઠો : પણ તમે કેવાં છો ? અમે ધાંખડા બાબરિયા : અરર ! હું બ્રાહ્મણ વટલી જાઉં : ના, ના, પ્રીતિને વળી વટાળ કેવા ! ઊઠો : બ્રાહ્મણ ઊઠ્યો, ત્યાં શાસ્ત્ર નહોતું, પુરોહિતના મંત્રોચ્ચાર નહોતા, સપ્તપદી, ચોરી, કાંઈ નહોતું, ત્રણ પથ્થરના મંગળામાં અગ્નિદેવ બળતા હતા. તેની સાક્ષીએ લગ્ન થયાં : બ્રાહ્મણ ને બાબરિયાનાં રક્ત મળ્યાં. ગામના રાજા એભલ વાળાએ દંપતીને દુવા આપીને ટીલું કર્યું ; પણ કપાળે નહિ, કોટે : કારણ કે બ્રાહ્મણ વટલ્યો : તિલક એટલું નીચું ઊતર્યું. એ બ્રાહ્મણ હતો શિહોરનો રાજા ત્રિકમ જાની, અને એ રમણી એક બાબરિયાની દીકરી : આજે એ લગ્નનું કોઈ સાક્ષી છે ? કોઈ શિલાલેખ ? કોઈ પાળિયો ? અરે ભાઈ, કોટીલા નામની આખી જાતિ જ આજ મોજૂદ છે. એને ઘેર રાજ ચાલ્યાં આવે છે. જંજીરાના હબસી રાજાને હંફાવનાર ડેડાણનો દંતો કોટીલો સોરઠી ઇતિહાસનું એક તેજસ્વી પાત્ર છે.

ખસિયા

સાતસો વરસ પહેલાંની એક બીજી પ્રેમકથા સંભારો : ગંગાજળ જેવા પવિત્ર ગોહિલકુળને લઈને આ સોરઠમાં ભક્ત વીર સેજકજી પધાર્યા. પોતાના ભાઈઓ સહિત એક વખત મૃગયા ખેલવા નીકળ્યા,