પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
15

દિલાવર સંસ્કાર [પ્રવેશક ]

એક ભાઈ રસ્તો ભૂલીને એકલો પડી ગયો. ભાલ કાંઠાના ખસ ગામને પાદર નીકળ્યો. બપોરનો કાળો તડકો સળગતો હતો. ચારકોસી એક વાડીના લેલુંબ વડલાને છાંયડે એ ભૂખ્યો રાજકુમાર ઘાસિયો પથારીને પોઢી ગયો. સાંજે આંખ ઉઘાડે ત્યાં તો પનિયારીઓનું વૃંદ ચાલ્યું આવે છે. 'સોનલા ઈંઢોણી ને રૂપલાં બેડલાં'નો રાસડો ગાજતો આવે છે. વચલી પનિયારીને માથે મોતીની ઈંઢોણું અને તે ઉપર પિત્તળનું ઊજળું બેડું. ધોરિયામાંથી છાલિયે છાલિયે બેડું ભરાવા લાગ્યું : રજપૂતે પાણી માગ્યું. રંભા જેવી એ પનિહારીએ છાલિયું ભરીને હેમની દીવી જેવો પોતાનો હાથ લંબાવ્યો. રજપૂત છાલિયું હોઠે માંડ્યું. પૂરુ પી ન શક્યો, કેમકે એની બે આંખો પેલી પનિયારીના સૌંદર્યને પી રહી હતી. છાલિયું પાછું દેતાં દેતાં રજપૂત પૂછે છે કે, કેવાં છો ! જવાબ મળ્યો : કોળી : અ ર ર ર ! હું વટલી ગયો : પનિયારી મોં મચકોડી બોલી : બહેનો, પાણી પીને પછી જાત પૂછે એનું નામ ? પનિયારીઓએ સામટો ઉત્તર દીધો : 'ગમાર.' રજપૂત જોતો રહ્યો. આખું વૃંદ બેડાં ભરીને ગાજતેવાજતે ગામમાં ગયું. શોધ કરતા કરતા સેજકજી આવી પહોંચ્યા. વિસાજીભાઈ, ચાલો. પણ વિસાજી તે શી રીતે ચાલે ? ભાઈ, હું તો વટલી ગયો : અરે વટલ્યો હો તો ગંગાજીએ જઈએ : ના ના, એ ડાઘ તો અંતર પર પડ્યા; ગંગોદક વડેય ન જાય. એ તો સાત જન્મારાના સ્નેહ-વટાળ : ગામના કોળી દરબારની એ કુંવરીની સાથે વિસેાજી ગોહિલ પરણ્યેા. ખસ ગામ ઉપરથી એની ઓલાદનું નામ 'ખસિયા' પડ્યું. ખસિયાની રાજવટે પણ ક્ષત્રીવટની માફક ખાંડાના ખેલ કરી જાણ્યા છે. એમાંયે મિતિયાળાના વીજ ખસિયા ને મહુવાના જસા ખસિયા જેવા બળિયા જન્મ્યા છે. એણે નાનાં નાનાં રાજ માણ્યાં છે. આજ પણ એ રાજવેલ, છૂંદાયલી ને કચરાયલી છતાંયે કોળી રહી છે. કારણ કે એનાં મૂળમાં તો પ્રેમલગ્નનાં મીઠાં પાણી સિંચાયેલાં છે. ભાવનગર તાબે મહુવા પરગણામાં એનાં બાર ગામ હજુયે ખાય છે. લોકો કહે છે. કે હજુય ખસિયો પોતાની આંખ ઉપરથી ઓળખાય છે – કેરીની