પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

22

પીરની સ્તુતિમાં

કહાનદાસ મહેડુ નામનો ચુસ્ત હિન્દુધર્મી ચારણ પોતે જ્યારે કોઈ જૂઠા આરોપ બદલ અંગ્રેજોનો કેદી બન્યો હતો ત્યારે પોતાની વહારે ધાવા માટે દરિયાઈ પીરની સ્તુતિ કરી. ને એ બંદીખાનામાં દરિયાઈ પીરે આવી એની બેડી તોડ્યાની દંતકથા છે. એ આખા પોકારમાં કહાનદાસ ચારણે ગોરાને હિન્દુ-મુસ્લિમ બંને ધર્મથી વિમુખ કરીને આલેખ્યો છે. તે આલેખનમાં પણ એણે ઇસ્લામના દીનને હિંદુ ધર્મ જેવો જ પ્રભુનો પંથ માનેલ છે –

ભુજ દંડ કોપ્યો દુઠ ભૂરો ઘાટ જેહડો તણ ઘડી,
લોહરા નેાંધી દિયા લંગર કિયો કબજે કોટડી,
તણ ઉપર જડિયાં સત તાળાં ઉપર પહેરો આવગો,
દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીદ કર બેડી ભગો.

[આ દુષ્ટ ભૂરો સાહેબ મારા ઉપર કોપ્યો, મારે અંગે લોઢાની બેડીઓ જડી દીધી, કોટડીમાં પૂર્યો, તેના ઉપર વળી સખત તાળાં, અને તેટલુંય બસ નહોતું એટલે ઉપર ચોકીપહેરો બેસાર્યો , હે દુલ્લા દરિયાઈ પીર, મારી સહાય કરીને મારી બેડી તોડ.]

અને એ કોપ કરનાર 'દુષ્ટ ભૂરો' કેવો છે ?

કલબલી ભાષા પેર્ય કુરતી મેર નૈ દલ માંઈયાં,
તેાફંગ હાથે સરાં ટોપી સેાઈ ન ગણે સાંઈયાં,
હરરામ ચીજાં તરક હિન્દુ લાલ ચહેરે તણ લગો.
દુલ્લા મહમ્મદ પીર દરિયાઈ ભીર કર બેડી ભગેા.

[એની કલબલ કરતી ભાષા છે, એ કુડતું પહેરે છે, દિલમાં દયા નથી, હાથમાં તોફંગ અને માથે ટોપી છે, જે સાધુસંતોને પણ ગણતો નથી, હિન્દુ અને મુસ્લિમોને જે વસ્તુ હરામ હોય છે તે એને ખપે છે.] અને વળી –

શાખા ન ખત્રી નહિ શુદર વૈશ બ્રહ્મન કુલ નહે,
હલ્લે ન મુસલમાન હિન્દુ કમણ જાતિ તણ કહે ?