પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે, “મારે તો આજે જ તેડીને જાવું છે.”

સાસુ કહે : “અરે બાપ ! આ અનરાધાર મે' મંડાણો છે... એમાં ક્યાં જશો ?”

“ગમે ત્યાં – દરિયામાં ! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખેાટી થાય છે."

આપાને શાની વાવણી ખેાટી થાતી હતી ! – હૈયાની વાવણી !

ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા ! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઊતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો ?”

“ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે' વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.”

તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તેાળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ

નાહીને ધૂપ[૧] દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું


  1. અસલી કાઠિયાણીઓ અને ચારણ્યો આ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ઘુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો, સોંઘા નામનો 'પોમેટમ' જેવો જ ચીકણો. પદાર્થ પણ તે સ્ત્રીઆ જાતે તૈયાર કરતી. એાળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. પણ એ સોપો ભરીને સ્ત્રીએ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી.