પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૦

નદીની લીલા નિહાળીને ઘુઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.

"ભૂંડી થઈ!" એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો.

"ગજબ થયો !” બેય કાંઠાના માણસો એ જાણે પડઘો દીધો.

આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી; વાંભ એક લાંબો, એક કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં. ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો, બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને “ફૂં...” અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી ! એ ન થડકી. એનાં નેત્રો તેા નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી “જે મા !... જે મા ! ”ના જાપ ઊપડ્યા.

“આપા, ગજબ કર્યો !” માણસો એકશ્વાસે બોલી. ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું, રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી :

“ એ જુવાનો ! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો ! સો રૂપિયા આપીશ.”

ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા : આ શી તાજુબી ! સો રૂપિયા બીજા ! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેટું ! 'વોય બાપ !'