પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૨

પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. “ ધુખાંગ” દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારે પગ લાંબા કરીને એ પાણીમાં શેલારો દેવા લાગી, પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તલવાર વાઈઃ “ડુફ ” દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડયું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું.

“ રંગ આપા ! વાહ આપા!” નદીને બેય કાંઠેથી લેાકેાએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બેાલ્યા.

ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે ! કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે : મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તેા આરો અર્ધો ગાઉ આઘે રહી ગયેલો; સામે પાણી- એ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં નદીના બેડા માથેાડું-માથેાડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું ?

“બાપ માણકી! બેટા માણકી !” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.

“કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, મા બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું.

કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો : બે હાથે રાંઢવું ઝાલ્યું, રાંઢવાના છેડા આપાએ કાઠાની મૂંડકીમાં