પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

ઘેાડી ને ઘેાડેસવાર

ભરાવ્યેા. માણકી કાંઠા પાસે પહોંચી, એના પગ માટી ઉપર ઠેરાણા.

“કાઠિયાણી ! ઝાલજે બરાબર !” કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું-માથોડું ભેડા ઉપર છલાંગ મારી... પણ ભેડા પલળેલા હતા, માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરા મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં.

“બાપ માણકી !” કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવાં મેાજાં જાણે ભેાગ લેવા દોડ્યાં આવ્યાં.

ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી : “કાઠી, બસ ! હવે ત્રાપો મેલી દ્યો ! તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.”

“બોલ મા ! – એવું વસમું બોલીશ મા ! નીકળીએ, તો ચારે જીવ સાથે નીકળીશું; નીકર ચારે જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે – કાં ઈતરિયાને એારડે, ને કાં સમદરના પાતાળમાં.”

“માણકી ! બાપ ! આંહી અંતરિયાળ રાખીશ કે શું ?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. “રંગ આપા ! રંગ ઘોડી !” એમ કિકિયારી કરતાં માણસો ટેાળે વળ્યાં, આપા માણકીને પવન નાખવા