પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

કલોજી લૂણસરિયો

ભરણ આંજીને એ સૂતો હતો. આંખો ધોઈને એક કાટેલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો; પાદરે આવીને આઘેથી બેાલ્યો : “ મીરાં–દાદા, રામરામ ! બહુ સારું કર્યું' ! ભલે આવ્યા !”

મીરાંએ દાદાને કહ્યું : “ભાઈ, કલાજીનું પાણી તારે એકલાને જ જેવું છે : મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડેસવારો તે પેટ સારુ આવ્યા છે. માટે અમે ઊભા ઊભા જોશું, ને તમે બે સામસામા બાટકો. કાં તો અમે તને દફન કરીને જાશું, ને કાં એને બાળીને જાશું.”

બેય જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું.

કલો કહે : “દાદા, પહેલે ઘા તારો.”

“લે ત્યારે, પહેલો ઘા સવા લાખનો....” કહીને દાદાએ ભાલું ઝીંક્યું. કલોજીની ઘેાડી ગોઠણભેર બેસી ગઈ: ઉપર થઈને ભાલું ખાલી ગયું.

“દાદા, એમ ન હોય : જો આમ ઘા કરાય” એમ બોલીને કલોજીએ કાટેલ તલવાર લઈને ઘોડીને દાબી, દાદાને માથે જનોઈવઢ ઘા કર્યો : દાદો પડ્યો.

મીરાં એના અસવારેાને કહે : “ભાઈયું ! કલાજીના હાથ તો જોયા ને? હવે એનું હૈયું જેવું હોય તો હાલો ભાગી નીકળો !”

અસવારોને લઈને મીરાં ભાગ્યો.

કલાજીએ વિચાર્યું : “ હાય હાય, એનો સગો ભાઈ એને મૂકીને ભાગ્યો ! પણ, દાદા, ફિકર નહિ, હું ય તારો ભાઈ છું,” એમ કહી, દાદાને ઘોડી પર નાખી, રજપૂત પોતાને ઘેર લઈ ગયા. માને કહ્યું કે “માડી, પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો.”

બે મહિના દાદાને પડદે નાખીને સુવાણ થયા પછી કલોજી ધંધુકે મૂકી આવ્યો.