પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૨૦


મીરાં કહે: “કાં દાદા, કલાજીને એાળખ્યો ?”

દાદો દાંત ભીંસીને બોલ્યો : “એાળખ્યો, પણ એક વાર એના લૂણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો !”

અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઈ હતી. મોટું ભળકડું થવા આવ્યું હતું. તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડ્યો કે, “ભાઈ દરવાણી ! ઝટ દરવાજો ઉઘાડ.”

“દરવાજો અત્યારે ન ઊઘડે, કૂંચિયું કલાજીભાઈને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો.

“મારે કલાજીભાઈનું જ કામ છે. એને માથે આફત તોળાઈ રહી છે. ભાઈ દરવાણી ! મારા ધણીને ઝટ ખબર દે.”

કલાજીને ઘેરથી દરવાજાની કુંચીઓ આવી. બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા. એાળખીને કલોજી બેલી ઊઠ્યો : “એાહો, ગામોટ ! તમે અટાણે ક્યાંથી ? લૂણસરમાં સહુ ખુશીમાં છે ?”

“બાપુ, કાલ સવારે લૂણસર હશે કે નહિ હોય. આજ બપોરે અહીંથી ત્રીસ ગાઉ ઉપર મને એક કટક ભેટ્યું. આંબરડીથી હાદો ખુમાણ, અને ધંધુકેથી મીરાં-દાદો : સાથે સાડાત્રણસો ઘોડેસવાર : કહ્યું કે 'લૂણસર ઉપર કાલે સવારે મીઠાં વાવશું.' સાંભળીને મેં ગોંડલનો રસ્તો લીધો. તમારે પુણ્યે જ મારા પગમાં જોર આવ્યું. આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું; મરતો મરતો પહોંચ્યો છું."

આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા મંડ્યો. સવાર આડા ઝાઝો વખત નહોતો રહ્યો. લૂણસર ત્રીસ ગાઉ આઘે હતું, સવાર પડશે ત્યાં પોતાની જનમભોમકા ઉપર શાં શાં વીતકો વીતશે ! બે રજપૂતાણીઓ અને બાર વરસની