પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૩૨


પીઠાશનું લોહી જાણે થંભવા લાગ્યું : કોઈ એાળખીતો સૂર લાગે છે : કાંઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો :

પથારી પાનંગ તણે, જી છીનકું ચડાય,
(એને)જાય તો ઘડિયું જાય, (પણ) પો'ર નો જાય પીઠવા !

હે પીઠાશ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતાં બહુ તો એકાદ-બે ઘડીની વાર લાગે, પછી કાંઈ એક પહોર સુધી એને જીવવાનું ન હોય.

પીઠાશ સમજ્યો કે આ સાદ તો કાળનો. ત્યાં ચેાથો દુહો ચાલ્યો :

સખ, પાલવ, કુંજું સરસ, વેલ્યું, રથ ને વાજ,
રેઢા મેલીને રાજ, (તારે) પાળું, જાવું પીઠવા !

હે પીઠવા, આ સંસારનાં સુખ, વસ્ત્રાભૂષણ, બાગબગીચા, ગાડીઓ અને ઘોડાઓ, અરે, આખું રાજ – આ બધાંને સૂનાં મેલીને તાર પગે ચાલતાં નીકળવું પડશે.

છ છીનકું ચારાય, પાનલ, પથારી તણાં,
જાય તો ઘડિયું જાય, પો'ર નો જાય પીઠવા !

ખાટકી લોકો બકરાંને પાંદડાંની પથારી કરી આપે છે, એ પાંદડાં ચરનારાં બકરાંને બહુ તો ઘડી-બેઘડી જીવવાનું હોય, પહોર સુધી એના પ્રાણ ન રહે.

ચોંકીને પીઠાશ બોલ્યો : “તમે કોણ ?”

બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બેાલ્યા : "ભેરુ !” પીઠાશે એાળખ્યા; હેતને સ્વરે પૂછયું : “પહોંચ્યા, તમે !”

બેય જણાએ કટાર કાઢી; પીઠાશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો, ફક્ત એટલું જ બોલ્યો : “ભાઈ, ચારણ્ય ચૂડીની વાટ જોતી બેસશે; ઝૂરી