પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લેખકનું નિવેદન
[ચોથી આવૃત્તિ ]

'દિલાવર સંસ્કાર' નામનો લાંબો પ્રવેશક આ પુસ્તકમાંથી બાદ દઈને, લોકસાહિત્યના મારા તમામ વિવેચન-લેખોના જે બે સંગ્રહો 'લોકસાહિત્ય' તથા 'ધરતીનું ધાવણ' નામે મેં જુદા પાડેલા છે, તેમાંના બીજામાં મૂકી આપેલ છે, 'રસધાર' વગેરે વાર્તાઓના વાચન પછી, સોરઠી સંસ્કાર જીવનનું અને લોકસાહિત્યનું હાર્દ પકડવા માટે તેમ જ ઉચ્ચ અભયાસ માટે એ બેઉ અલગ સંગ્રહો વાંચવા મારી સૌને ભલામણ છે.

ઝવેરચંદ મેઘાણી.

૧૯૪૪

[ત્રીજી આવૃતિ]

"આઆવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે.

સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે.

ઝવેરચંદ મેઘાણી.

રાણપુર : ૮-૭-૪૧

[બીજી આવૃત્તિ]

'સધાર'ના સમગ્ર સાહિત્ય માટે જે આદર જન્મ્યો છે તેમાં આ ત્રીજી ધારાને ભાગે સર્વથી અધિક લોકાદર જમા થયાની વાતનો

સ્વીકાર કરતાં અંત:કરણ વાચક-જનતા પ્રતિ આભારભીનું બને છે,

8