પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૪૨


“તો અરધું રાજપાટ અને મારી બહેન આપું.”

આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારે આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં ! સાચાં પડ્યાં !

રાજાએ પૂછ્યું : “જાદુગર છો ? ત્રિકાળજ્ઞાની છો ?”

“ના બાપ !” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને. ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર[૧]ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બેાલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”

રાણીવાસમાંથી કચેરીમાં કહેણ આવ્યાં કે સોનાબાએ એવા આંધળા ને બુઢ્ઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા: ટૂંકટોડા રાજના ધણી બે સોંલકી ભાઈઓ: નામે બીજ અને રાજ : ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત્ત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવવા જતા હતા. સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું. પણ મોટા ભાઈ બીજકુમાર બોલ્યા : “હું તો અંધ છું. મારે માથે હવે પળિયાં આવ્યાં. હું નથી પરણ્યેા, પરણવુંયે નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો.”

રાજની સાથે સોનાબાનો હથેવાળો થયેા. સોનાબાને ઓધાન રહ્યું. નવ મહિને દીકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયે તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોષી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી

નાખી, એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી


  1. * અશ્વવિદ્યાનું પ્રાચીન શાસ્ત્ર.